તે શું કરે છે
તમે વેબ પેજ પર માઉસથી ટેક્સ્ટ પસંદ કરવાનું પૂરું કરો ત્યારે Text Copier એ પસંદગીને ક્લિપબોર્ડ પર કૉપિ કરે છે. બસ આટલું જ. તમે બીજું કંઈ કૉપિ ન કરો ત્યાં સુધી ટેક્સ્ટ તમારા કમ્પ્યુટરના ક્લિપબોર્ડમાં રહે છે.
તે શું નથી કરતું
- તમારી પસંદગીઓનો ઇતિહાસ રાખતું નથી;
- પસંદગીઓ, પેજનાં સરનામાં કે બ્રાઉઝિંગ ઇતિહાસ ક્યાંય મોકલતું નથી;
- જાહેરાતો બતાવતું નથી કે પેજ બદલતું નથી.
એક વાત ધ્યાનમાં રાખો
દરેક પસંદગી કૉપિ થતી હોવાથી ક્લિપબોર્ડ તમારી ધારણા કરતાં વધુ વાર બદલાય છે. જો ભૂલથી કંઈક સંવેદનશીલ પસંદ થઈ જાય, તો તેને બદલવા માટે બીજું કંઈક કૉપિ કરો.
સંપૂર્ણ નીતિ ગોપનીયતા પેજ પર છે.